68 - કવિતાઓ કરે છે પંખીઓ... / ઉદયન ઠક્કર
કવિતાઓ કરે છે પંખીઓ, તો પણ કવિ ક્યાં છે ?
ટહુકાઓની નીચે નામ, સરનામું, સહી ક્યાં છે ?
દિશાભૂલ્યા ચરણ ! પાછા જવાની તક ગઈ ક્યાં છે ?
કે સંધ્યા આથમી રહી છે, પરંતુ આથમી ક્યાં છે ?
હા, તટ તો એ જ લાગે છે, ને પનઘટ એ જ લાગે છે
કહો, કલકલ કરીને કૂજનારી નદી ક્યાં છે ?
ઉકેલી, રાતા રાતા થઈ ગયા છે ફૂલના ચ્હેરા
ને હું ગોત્યા કરું કે એમની ચિઠ્ઠી ગઈ ક્યાં છે ?
ઘરે બેસું, તો સંભળાયા કરે છે સાદ વગડાનો
ને વગડામાં જઈને થાય, ઘરની ઓસરી ક્યાં છે ?

0 comments
Leave comment