69 - વાતેવાતે શેનું મોડું થાય છે... / ઉદયન ઠક્કર


વાતેવાતે શેનું મોડું થાય છે ?
ઘાસ, તુર્ત જ, દૂધ થોડું થાય છે ?

મેઘની પાછળ ને પાછળ કુંજડી
ને મને પણ દોડું-દોડું થાય છે

થાય સીધાં કામ આ વરસાદમાં ?
જો, કિરણ પણ જળમાં ખોડું થાય છે

શેરને તું શ્ર્લોક માફક બોલ મા !
રેડિયમ કંઈ સૂર્ય થોડું થાય છે ?

રોકતાં રોકી તો લીધી આ ગઝલ
ફેફસાંમાં વાવાઝોડું થાય છે


0 comments


Leave comment