71 - થોર / ઉદયન ઠક્કર
કેમ કુદરત એકલો મૂકી ગઈ ?
ધીરે ધીરે, થોર અતડો થઈ ગયો
...પાણીનો વિવેક પણ ચૂકી ગઈ ?
ક્યારીઓમાં થોર વિકસતા નથી
સાંભળી રણભેરીઓને જે હસે,
ટુચકાઓ સાંભળી જે હસતા નથી
વાયરામાં ડોલવા જેવું નથી
એક મોસમ હોય છે, રણ નામની
રણ વિષે કંઈ બોલવા જેવું નથી
રાતી કૂંપળ, ઊંઘરેટી, જોઈ લો
વ્હાલથી વળગી પડી છે થોરને
બ્હારવટિયાની આ બેટી, જોઈ લો
કેવી રીતે લાલ આ બરડો થયો ?
શૂળ ઉગામીને જે ઊભો હતો
સૌપ્રથમ એને જ ઉઝરડો થયો ?
ક્યાંથી કોઈ રસ કે કસ આપી શકે ?
પોતે પણ થઈ ના શક્યો બે પાંદડે
વારસારૂપે તરસ આપી શકે
ધીરે ધીરે, થોર અતડો થઈ ગયો
...પાણીનો વિવેક પણ ચૂકી ગઈ ?
ક્યારીઓમાં થોર વિકસતા નથી
સાંભળી રણભેરીઓને જે હસે,
ટુચકાઓ સાંભળી જે હસતા નથી
વાયરામાં ડોલવા જેવું નથી
એક મોસમ હોય છે, રણ નામની
રણ વિષે કંઈ બોલવા જેવું નથી
રાતી કૂંપળ, ઊંઘરેટી, જોઈ લો
વ્હાલથી વળગી પડી છે થોરને
બ્હારવટિયાની આ બેટી, જોઈ લો
કેવી રીતે લાલ આ બરડો થયો ?
શૂળ ઉગામીને જે ઊભો હતો
સૌપ્રથમ એને જ ઉઝરડો થયો ?
ક્યાંથી કોઈ રસ કે કસ આપી શકે ?
પોતે પણ થઈ ના શક્યો બે પાંદડે
વારસારૂપે તરસ આપી શકે
0 comments
Leave comment