49 - હું તો ડાળીથી / મનોહર ત્રિવેદી


હું તો ડાળીથી વિખૂટું એક પાંદડું

નથી નથી આછી રે લીલાશ
હોય નહીં થોડીકે ભીનાશ

એવું હું તો તરસ્યું-તરછોડાયેલ રાંકડું
રૂડાંરૂડાં કિયાં ગોતું પંખીનાં બેસણાં

કિયે ઠામ ફરકી શકાય ?
ધરું ક્યાંથી શીળીશીળી છાંય ?

રામ ! મને વાયરો ફંગોળે ત્યાં-ત્યાં આથડું
પ્રથમીએ લીધાં રે લીધાં મીઠાં દુખણાં

મોંઘાં મોંઘાં માટી, તારાં મૂલ
મળ્યાં વળી ઝાડવાનાં મૂળ

માડી, હું તો મૂળથી તે ટોચે પાછું જઈ રે ચડું
*

૦૯-૦૯-૨૦૦૩ / મંગળ


0 comments


Leave comment