53 - પ્રાર્થના - ૨ / મનોહર ત્રિવેદી
હે હરિત સુમંગલ તૃણ !
કહે હે મૃણ્મય, કેમ ચૂકવું તારું અનહદ ઋણ ?
તારી ટોચે ઝાકળનાં ટીપાંમાં સૂરજ ન્હાય
કૈંક અરીસામાં ઝળહળતી કરે તું એની કાય
અને નદીકાંઠાને બીજું કોણ કરે મસૃણ ?
અવિરત લીલા નીરખવા તું નભનું હૈયું ખેંચે
તારા કંઠે ખોબેખોબે હેતે નીર ઉલેચે
કદી મળી પામે છે તૃષ્ણા અહીંયાં સ્વયં વરુણ !
મુગ્ધા કોઈ ગ્રામબાલિકા દાંત તળે લૈ ચાવે
કઈ ફોરમના સ્મરણે એનું અંતર તું છલકાવે ?
તોડે કોઈ, ઉખેડે પણ તું હોય સદા અક્ષુણ્ણ !
*
૧૫-૦૮-૨૦૦૭ / બુધ
કહે હે મૃણ્મય, કેમ ચૂકવું તારું અનહદ ઋણ ?
તારી ટોચે ઝાકળનાં ટીપાંમાં સૂરજ ન્હાય
કૈંક અરીસામાં ઝળહળતી કરે તું એની કાય
અને નદીકાંઠાને બીજું કોણ કરે મસૃણ ?
અવિરત લીલા નીરખવા તું નભનું હૈયું ખેંચે
તારા કંઠે ખોબેખોબે હેતે નીર ઉલેચે
કદી મળી પામે છે તૃષ્ણા અહીંયાં સ્વયં વરુણ !
મુગ્ધા કોઈ ગ્રામબાલિકા દાંત તળે લૈ ચાવે
કઈ ફોરમના સ્મરણે એનું અંતર તું છલકાવે ?
તોડે કોઈ, ઉખેડે પણ તું હોય સદા અક્ષુણ્ણ !
*
૧૫-૦૮-૨૦૦૭ / બુધ
0 comments
Leave comment