55 - પ્રાર્થના – ૪ / મનોહર ત્રિવેદી
ધન્ય ધન્ય હે ધૂળ
ધૂળ ! હું ધન્ય ધન્ય
તું મારામાં
હું તારામાં
પરસ્પર કોણ અહીં છે અન્ય ?... ધન્ય
કદી તું મસ્તક પર જઈ ચડે
શિશુની મુઠ્ઠીમાંથી જડે
નમું મા ! જોઈ આ સૌજન્ય... ધન્ય
અન્નદા તું જ, તું પાર્વતી
વિદ્યા શુભદા સીતા સતી
મૃત્તિકા ! તું છે એક-અનન્ય... ધન્ય
અભણને માટે ચારે વેદ
ખોળલો કરે ન કોઈ ભેદ
નગર કે જનપદ, હોય અરણ્ય... ધન્ય
*
૧૪-૧૨-૨૦૦૮ / રવિ
ધૂળ ! હું ધન્ય ધન્ય
તું મારામાં
હું તારામાં
પરસ્પર કોણ અહીં છે અન્ય ?... ધન્ય
કદી તું મસ્તક પર જઈ ચડે
શિશુની મુઠ્ઠીમાંથી જડે
નમું મા ! જોઈ આ સૌજન્ય... ધન્ય
અન્નદા તું જ, તું પાર્વતી
વિદ્યા શુભદા સીતા સતી
મૃત્તિકા ! તું છે એક-અનન્ય... ધન્ય
અભણને માટે ચારે વેદ
ખોળલો કરે ન કોઈ ભેદ
નગર કે જનપદ, હોય અરણ્ય... ધન્ય
*
૧૪-૧૨-૨૦૦૮ / રવિ
0 comments
Leave comment