57 - વણમાગ્યે / મનોહર ત્રિવેદી
વણમાગ્યે મળ્યું: થિયા ઇ જ સુખિયા
દુ:ખિયાનાં હોય નંઈ ગામ
ઠોબરાં લઈ ને ઊભા ચોકમાં
ઇ તો મળે ભેરુ ઠામોઠામ
ટગલી ડાળે પંખેરુનાં બેસણાં
તાગ દેતાં ઉઘાડાં આભ
તારાઓના ઝબૂકે કૈં દીવડા
ક્યાંથી આવા ઊજળા રે લાભ
વણમાગ્યે મળ્યું : થિયા ઇ જ સુખિયા
ઊઘડી આંખ્યું હો મોંસૂઝણે
ગાયું ઝીલે મરમાળી વાંભ
છેટેના જાગ્યા હો મારગ ધૂળિયા
નોતરાં દેતા લીલુડા દાભ
વણમાગ્યે મળ્યું: થિયા ઇ જ સુખિયા
અમથી માંડી જ્યાં નજરું ભીડમાં
મળ્યા દોથેદોથા કૈં મલકાટ
દુ:ખને દોરો ના સંતો, દીજિયે
હડી કાઢી આવે સામી વાટ
વણમાગ્યે મળ્યું: થિયા ઇ જ સુખિયા
*
૦૩-૦૬-૨૦૦૮ / મંગળ
દુ:ખિયાનાં હોય નંઈ ગામ
ઠોબરાં લઈ ને ઊભા ચોકમાં
ઇ તો મળે ભેરુ ઠામોઠામ
ટગલી ડાળે પંખેરુનાં બેસણાં
તાગ દેતાં ઉઘાડાં આભ
તારાઓના ઝબૂકે કૈં દીવડા
ક્યાંથી આવા ઊજળા રે લાભ
વણમાગ્યે મળ્યું : થિયા ઇ જ સુખિયા
ઊઘડી આંખ્યું હો મોંસૂઝણે
ગાયું ઝીલે મરમાળી વાંભ
છેટેના જાગ્યા હો મારગ ધૂળિયા
નોતરાં દેતા લીલુડા દાભ
વણમાગ્યે મળ્યું: થિયા ઇ જ સુખિયા
અમથી માંડી જ્યાં નજરું ભીડમાં
મળ્યા દોથેદોથા કૈં મલકાટ
દુ:ખને દોરો ના સંતો, દીજિયે
હડી કાઢી આવે સામી વાટ
વણમાગ્યે મળ્યું: થિયા ઇ જ સુખિયા
*
૦૩-૦૬-૨૦૦૮ / મંગળ
0 comments
Leave comment