79 - હોળી ગીત / ઉદયન ઠક્કર


હવે હઠ છોડી ઊતરોને હેઠા,
કે ચોરટાઓ ‘ખૂલ જા સમ સમ’
કહી સરસરાટ ચિત્તડામાં પેઠા
...મહિલા–વિભાગનું પાનું ખોલીને, તમે છાપું વાંચો છો બેઠા બેઠા ?

તમારે આ સોળમું વરસ ચાલ્યું જાય
એમાં શણગારો સોળ ઉમેરાય
પછી બત્રીસ લખણાઓ જો આવે
તો ખોટું શું ? સરવાળો સાચો કહેવાય

અલ્લડપણાની આજુબાજુમાં બેસીને, તોતડાઓ કવ્વાલી ગાતા,
લહેરખીને રાતી ને પીળી કરી જાતા,
તરસ મારી બાઘી
તે શિયાવિયા થઈને બેઠી છે જરી આઘી
નથી એટલુંયે એને સમજાતું કે છાંટવાનાં પાણી નથી રે પિવાતાં

આજ એવાં કૌતુક અમે દીઠાં
ચાખીને જોયા, તો મોટા મોટા શેઠિયાઓ
માણસ જેવા જ લાગે મીઠા
એક તો પતંગિયાંઓ પાક્કાં પિયક્કડ, ને પાંખડીએ પાંખડીએ પીઠાં


0 comments


Leave comment