64 - મને હે નિદ્રા, તેં – / મનોહર ત્રિવેદી
મને હે નિદ્રા, તેં ઝળહળ કર્યો સ્વપ્ન-ક્ષણમાં
યથા દીપે જેવી રસિક વધૂ કંઠાભરણમાં...
સંવાર્યો સંસ્કાર્યો
ઋજુસ્પર્શે વાર્યો
અને લાવી મૂક્યો સુરભિમય એ આવરણમાં....
દ્રગો ખોલે મીંચે
અમીધારા સીંચે
અદીઠી તૃષ્ણાઓ વિવશ કરતી જાગરણમાં....
તમિસ્ત્રે ઉજાળી
ગૃહે પાછો વાળી
પ્રભાતે તેં સોંપ્યો કિરણમુદિત વાતાવરણમાં
મને હે નિદ્રા, તેં ઝળહળ કર્યો સ્વપ્ન-ક્ષણમાં
*
સ્મરણ : પ્રહલાદ પારેખ
૧૪-૦૧-૨૦૦૬ / શનિ – મકરસક્રાન્તિ

0 comments
Leave comment