68 - આ ગામ / મનોહર ત્રિવેદી
આ ગામ પાઘડી – પને
આ છેડેથી પેલે છેડે પહોંચાડે જે મને
સરવા કાન કરું તો ક્યારેક મળી જાય છે દુહા
કોક ડોસલી હજી નિરાંતે ધોકાવે છે ઢૂંહાં
અધખૂલી ખડકી આજે પણ બોલાવે છે કને
ગાડાં એનાં એ જ આમળે એ જ બળદનાં પુચ્છ
ચુંગી પીતો જાય ઠાઠથી ખેડૂ મરડી મૂછ
ભોં હાર્યે આમળછેડા લૈ ના હારે..... ના બને
ઊભી છે તે ભીંત કહું કે જોગણિયુંનાં સત ?
હજી કોડિયામહીં જુવારે ફણગે ગૌરીવ્રત
માટીનો આ મરમ સ્હેજમાં સમજાશે નહીં તને
આ ગામ પાઘડી – પને.
*
સ્મરણ : મીનપિયાસી
૩૦-૧૨-૨૦૦૮ / મંગળ
આ છેડેથી પેલે છેડે પહોંચાડે જે મને
સરવા કાન કરું તો ક્યારેક મળી જાય છે દુહા
કોક ડોસલી હજી નિરાંતે ધોકાવે છે ઢૂંહાં
અધખૂલી ખડકી આજે પણ બોલાવે છે કને
ગાડાં એનાં એ જ આમળે એ જ બળદનાં પુચ્છ
ચુંગી પીતો જાય ઠાઠથી ખેડૂ મરડી મૂછ
ભોં હાર્યે આમળછેડા લૈ ના હારે..... ના બને
ઊભી છે તે ભીંત કહું કે જોગણિયુંનાં સત ?
હજી કોડિયામહીં જુવારે ફણગે ગૌરીવ્રત
માટીનો આ મરમ સ્હેજમાં સમજાશે નહીં તને
આ ગામ પાઘડી – પને.
*
સ્મરણ : મીનપિયાસી
૩૦-૧૨-૨૦૦૮ / મંગળ
0 comments
Leave comment