69 - ઘઉંની ઊંબી / મનોહર ત્રિવેદી
એયને ઝૂલે... એયને ઝૂલે
એયને પણે ખેતરે ઝૂલે ઘઉંની ઊંબી
ઑળમાં ઘૂમી વાયરો સૂંઘે સોનસળીની કાય રે હોજી સોનસળીની કાય
બાવળ –છાંયો નીરખે અને વેંત ઊણો થૈ જાય રે હોજી વેંત ઊણો થૈ જાય
આટલી વાતે વાડ્યમાં ત્યાં દૈયડની આંખો કોણ જાણે ક્યા કારણે
જોને, થાય કસુંબી.... થાય કસુંબી
ક્યાંકથી પાલવ ફરકે એવી ડમરી ઊઠી દૂર રે હો જી ડમરી ઊઠે દૂર
ડાળમાં કામાવેગથી સૂડો ખેરવે એના સૂર રે હો જી ખેરવે એના સૂર
આમ ઉઘાડે છોગ અટૂલાં વગડે જતાં ચેતીએ : જતું કોણ કેસૂડો જેમ
ઝબુંબી... જેમ ઝળુંબી
*
સ્મરણ : જયન્ત પાઠક
૨૯-૦૪-૨૦૦૯ / બુધ

0 comments
Leave comment