72 - સ્મૃતિ / મનોહર ત્રિવેદી
નદી સાંજ રેતી જળ તથા –
સ્મરણો તારાં ઉમેરાઈને વહેવા લાગે કથા
કાંઠાઓની ગંધ લઈ સૂરજ આથમણે વળે
એક કોડિયું પેટાવ્યું તેં અહીં લગી ઝળહળે
તું સાચવતી હશે જ્યોતની તુલસીક્યારે પ્રથા –
પાંપણ નીચે અંધકારના પરદા આછા ઢળ્યા
પીંછું ઊડી અડ્યું : જોઉં તો નીડે પંખી વળ્યાં
કલરવ ઊઠે – શમે : ઝાડ તો તીરે ઊભાં યથા –
પથ્થરના ઓશીકે અહીંયાં હુંય સ્થિર છું કિન્તુ –
તિરાડ વચ્ચે તૃણ સમું કૈં ફરક્યું રે ઓચિન્તું
કોણ સાંભળે રોમરોમની આ હરિયાળી વ્યથા –
સ્મરણો તારાં ઉમેરાઈને વહેવા લાગે કથા
*
૦૮-૦૪-૨૦૦૮ / મગંળ

0 comments
Leave comment