75 - પડોશીની દીકરી / મનોહર ત્રિવેદી
નહીં તેં જ....
પડોશીની દીકરીને આણું વળાવ્યું : મને પૂછ્યું’તું મેં જ
ઝાંડવાંને શું, અને એય મારા ફળિયાનાં
ઝાડવાંને શી છે સગાઈ ?
કોણ અહીં પૂજાનાં ફૂલ છાનાં ચૂંટશે ?
ને થડ પાછળ જાશે લપાઈ ?
ઓચિન્તી ઢળી ગઈ રાત આખી શેરીમાં : દીવાનાં ઝાંખાં થ્યાં તેજ
શરણાઈમાં પૂર ઊમટ્યાં ને આપમેળે
ભીંતો પણ જાય છે તણાતી
ડૂસકાંની પછવાડે ખેંચાતી જાય પછી
કેટલીયે નોંધારી છાતી
એક-એક ખડકીએ આવી પોતપોતાનાં આંસુનાં દીધાં દહેજ.
*
૩૦-૦૯-૨૦૦૮ / બુધ

0 comments
Leave comment