79 - સાંજ પડી ગઈ / મનોહર ત્રિવેદી
સાંજ પડી ગઈ...
ઘરઢાળા વળવા પગને પણ
કેડી આપોઆપ જડી ગઈ...
હમણાં જે લંબાઈ પડ્યા’તા,
પહાડોના પડછાયા,
સોંપી દેશે હવે તળેટી
ઝરણા જેવી કાયા
દ્રશ્ય નીરખી અંધકાર પણ
થૈ જાશે મસૃણ
ઝાકળ માંડે વાત :
ઝીલશે કાંઠા પરનાં તૃણ
પણે ઉતાવળ ઊંચાનીચા
એકસામટા ઢાળ ચડી ગઈ...
માળાની આતુર આંખો
પર્ણો વચ્ચેથી જુએ
નભનાં છિદ્ર મહીંથી
તારાઓનાં ટીપાં ચૂવે
ધણની ખરીઓ કહે ધૂળને :
પહેરી લે ઝટ પાંખ
આમ ઊડવું – મતલબ કે
બાળકને મળી ધરાખ
અરધીપરધી ગીત પંક્તિશી
કોઈ લ્હેરખી મને અડી ગઈ...
*
૨૫-૧૧-૨૦૦૮ / મંગળ
ઘરઢાળા વળવા પગને પણ
કેડી આપોઆપ જડી ગઈ...
હમણાં જે લંબાઈ પડ્યા’તા,
પહાડોના પડછાયા,
સોંપી દેશે હવે તળેટી
ઝરણા જેવી કાયા
દ્રશ્ય નીરખી અંધકાર પણ
થૈ જાશે મસૃણ
ઝાકળ માંડે વાત :
ઝીલશે કાંઠા પરનાં તૃણ
પણે ઉતાવળ ઊંચાનીચા
એકસામટા ઢાળ ચડી ગઈ...
માળાની આતુર આંખો
પર્ણો વચ્ચેથી જુએ
નભનાં છિદ્ર મહીંથી
તારાઓનાં ટીપાં ચૂવે
ધણની ખરીઓ કહે ધૂળને :
પહેરી લે ઝટ પાંખ
આમ ઊડવું – મતલબ કે
બાળકને મળી ધરાખ
અરધીપરધી ગીત પંક્તિશી
કોઈ લ્હેરખી મને અડી ગઈ...
*
૨૫-૧૧-૨૦૦૮ / મંગળ
0 comments
Leave comment