82 - હરખ તારો આ -- * / મનોહર ત્રિવેદી
હરખ તારો આ અરે, છાનો કેમ રહે ?
આડશ લૈ આંગળાંની –
બિડાયેલાં પોપચેથી અણદીઠ વહે....
ઓઢણી ઓછી જ થાય આવી મ્હેક – મ્હેક ?
રંગચૂડીકંગનથી ઊઠે મીઠી ગ્હેક !
મન મૂકી લીલું – લીલું –
પછવાડે અમથા ના થોર લહલહે....
વ્હાલાએ આઘે રહીને નજરુંથી પીધી,
મોં આડે તેં હથેળી કાં શરમથી લીધી ?
અમને કહે ના ભલે –
ઠોળમાં હસે જે તારી નણદીને કહે,
હરખ તારો આ અરે, છાનો કેમ રહે ?
*
* આનંદ ૨૦૦૮ તસવીર અને કાવ્યની જુગલબંદી માટે
આડશ લૈ આંગળાંની –
બિડાયેલાં પોપચેથી અણદીઠ વહે....
ઓઢણી ઓછી જ થાય આવી મ્હેક – મ્હેક ?
રંગચૂડીકંગનથી ઊઠે મીઠી ગ્હેક !
મન મૂકી લીલું – લીલું –
પછવાડે અમથા ના થોર લહલહે....
વ્હાલાએ આઘે રહીને નજરુંથી પીધી,
મોં આડે તેં હથેળી કાં શરમથી લીધી ?
અમને કહે ના ભલે –
ઠોળમાં હસે જે તારી નણદીને કહે,
હરખ તારો આ અરે, છાનો કેમ રહે ?
*
* આનંદ ૨૦૦૮ તસવીર અને કાવ્યની જુગલબંદી માટે
0 comments
Leave comment