84 - તમે મળ્યા પણ - / મનોહર ત્રિવેદી


કોણ પ્રેમથી આમ મળે છે ?
અને પ્રેમથી મળે તો તરત જ સામું તીરથધામ મળે છે

સૌને પોતાના બે પગ છે, ગલીકૂંચી છે, બસ !
સાવ અકારણ મળવામાં અહીંયાં કોને છે રસ ?

ભીડભર્યું આ શહેર હંમેશાં રસ્તા પર સૂમસામ મળે છે

આંખ મળી, ના મળી ઊલટથી વહે દૂરથી સાદ
થાય : અરે, આ ધગધગતા જણમાં વરસ્યો વરસાદ

કોઈના વેરાનપણાને ત્યારે તાજું નામ મળે છે

માણસ બીજું શું માગે છે ? બે જ ટંકની બાટી
સ્હેજ ઉમેરો હેત તો પ્રગટે દીવા જેમ રૂંવાટી

ધૂળવછોયા પગને જાણે બચપણસોતું ગામ મળે છે
*

૧૧-૦૪-૨૦૧૦ / રવિ



0 comments


Leave comment