90 - વહેલી સવારે - / મનોહર ત્રિવેદી
લેરખી આ બારી સોંપટ –
આવીને વાંસો પસવારી ધીમેકથી બોલી કે જાગી જા, ઝટ્ટ !
કેટલાં જો, આંગણામાં ખીલ્યાં ગુલાબ મધુમાલતી ને જૂઈનાં ફૂલ
ગીત જેવાં ઠેરઠેર ઊડે પતંગિયાઓ સૂર છૂટા મેલે બુલબુલ
ચારે બાજુએ અહીં વેરાતા રંગ અને ફોરમની ઝરતી વાછટ !
ગાડાંનો સાંતીનો પાદરની વાંભનો મંદિરની ઝાલરનો નાદ –
ઉટકતાં બેડાં પર અથડાતી બંગડીનો સાંભળ્યો’તો ક્યારે સંવાદ ?
સંજવારી – સ્નાન – શ્ર્લોક તાલબદ્ધ વહેતાં તે સોગિયાને લાગે ઝંઝટ !
ડેલી ખૂલે છે તેમ તુંય અરે, ખૂલી જા, નીકળ આ છોડી પરસાળ
સામેથી દોડીને મળવા ઉતાવળા થાશે સૌ ટેકરીના ઢાળ
કાન જરી માંડ, પણે ભેખડમાં પાડે છે પડછંદા સરિતાનો તટ !
*
૧૩-૦૯-૨૦૧૦ / સોમ

0 comments
Leave comment