91 - અન્તર્યામીને / મનોહર ત્રિવેદી
મેં
તને જોયો નથી
હે અન્તર્યામી.
જેનો શીતળ સ્પર્શ
ચિરકાળથી
પામતો રહું છું
એ બીજું તો કોણ હોઈ શકે
તારા સિવાય ?
સ્વયં
તડકો વેઠીને
મારે માથે
છજું થઈને છવાયેલ રહે છે
એ જો તું નથી
તો કોઈ નથી
મારી અસંખ્ય પીડાઓનો સર્જનહાર હું છું
હિસ્સેદાર છે
મારા મિત્રો
તું હજાર હાથવાળો છે :
એવી સમજ
મિત્રો વગર
મને કોની પાસેથી મળી હોત ?
*
૧૮-૧૧-૧૯૯૮ / સોમ
તને જોયો નથી
હે અન્તર્યામી.
જેનો શીતળ સ્પર્શ
ચિરકાળથી
પામતો રહું છું
એ બીજું તો કોણ હોઈ શકે
તારા સિવાય ?
સ્વયં
તડકો વેઠીને
મારે માથે
છજું થઈને છવાયેલ રહે છે
એ જો તું નથી
તો કોઈ નથી
મારી અસંખ્ય પીડાઓનો સર્જનહાર હું છું
હિસ્સેદાર છે
મારા મિત્રો
તું હજાર હાથવાળો છે :
એવી સમજ
મિત્રો વગર
મને કોની પાસેથી મળી હોત ?
*
૧૮-૧૧-૧૯૯૮ / સોમ
0 comments
Leave comment