94 - વરસાદ તડકો અને તું / મનોહર ત્રિવેદી
ઉગમણે તડકા પડે આથમણે વરસાદ
તારામાં ભેળા થયા : કરું હું કોને બાદ ?
તડકે ઝબકોળ્યાં પછી છુટ્ટાં મૂકે વેણ
પણ નજરુંને ઠારતાં ભીનાં તારા કહેણ
અરધે વગડે ધૂપ છે અરધે વાદળછાંય
વચ્ચે રૂડી નીતરે તારી ચંદનકાય
અંગૂઠે સૂરજ અડે માથે ઝૂકે મેહ
ખેતરમાં ઘૂમી વળે તારો મબલખ નેહ
લહલહતા આ મોલમાં ઊડે પંખીગાન
તડકે ત્યાં તૂટી પડ્યાં તારાં સૌ તોફાન
શ્રાવણ સૂંઘે ચાસને તડકા સૂંઘે ફૂલ
સૈયર સૂંઘે સાયબો, ચતુરા, માંડો મૂલ
*
૧૬-૦૯-૨૦૦૫ / શુક્ર
તારામાં ભેળા થયા : કરું હું કોને બાદ ?
તડકે ઝબકોળ્યાં પછી છુટ્ટાં મૂકે વેણ
પણ નજરુંને ઠારતાં ભીનાં તારા કહેણ
અરધે વગડે ધૂપ છે અરધે વાદળછાંય
વચ્ચે રૂડી નીતરે તારી ચંદનકાય
અંગૂઠે સૂરજ અડે માથે ઝૂકે મેહ
ખેતરમાં ઘૂમી વળે તારો મબલખ નેહ
લહલહતા આ મોલમાં ઊડે પંખીગાન
તડકે ત્યાં તૂટી પડ્યાં તારાં સૌ તોફાન
શ્રાવણ સૂંઘે ચાસને તડકા સૂંઘે ફૂલ
સૈયર સૂંઘે સાયબો, ચતુરા, માંડો મૂલ
*
૧૬-૦૯-૨૦૦૫ / શુક્ર
0 comments
Leave comment