95 - કમાલની દીકરીઓ / મનોહર ત્રિવેદી
કમાલુદ્દીન બહરુદ્દીન કાચવાલા
મારો બચપણનો દોસ્તાર
સીધો-સાદો ને મોજીલો, એવો જ ઉદાર
મારા ગોરપદા નીચે
અમારી ટણકટોળીએ એને જનોઈ પહેરાવેલી
ને અમારી જેમ તે પણ કાને જનોઈ ચડાવીને....
પછી તો ભણ્યાગણ્યા ને વિખરાયા
આવ્યા-ગયા તડકા ને છાયા
વૅકેશનમાં મળીએ
દુકાનોનાં પાટિયાં પર રાત ટૂંકી કરીએ
વીગત પ્રસંગો સંભારીએ ને દોમદોમ હસીએ
આ કમાલ
ત્રણ વહાલસોઈ દીકરીનો બાપ
કહેતો :
દીકરો હોય કે દીકરી
શો ફેર પડે છે ?
પોતપોતાનું ભાગ્ય લઈને આવી છે
ભાગ્ય લઈને ઊડી જશે ચીડિયાં....
પહેલી દીકરી મુમતાજને લાડથી અમે મમુ કહેતાં
પહેલી હતી એટલે પરિવારમાંથી મળેલાંય એવાં
પ્યાર – દુલાર
એની શાદી વખતે યાર-રિશ્તેદારને હોંશેહોંશે
રૂબરૂ જઈને નોતરાં આપી આવેલો
મુસલમાન જેવો જ નાતો હિન્દુઓ સાથે
લેવડદેવડ ઊઠકબેઠક ને સારે-માઠે આવ-જા નો વે’વાર
હિન્દુ મિત્રોને
ગણપતિની મુદ્રાવાળી
નિમંત્રણ પત્રિકા આપેલી
હરખભેર દાવત દીધેલી
ફરી મળવાનું થયું ત્યારે
એના મોઢાનું નૂર ઊડી ગયેલું જોયું
ખબર – સરખીયે આપેલી નહીં એણે
પૂછ્યું તો ખબર પડી :
મમુ ડૂબી મરી આ ખારા સમંદરમાં
મારી દીકરી ને તોય તાપ જીરવી ન શકી !
જાણીજોઈને તને સમાચાર નો’તા આપ્યા
એની બીજી દીકરી ખુશ્બૂ
મારી પાસે ભણેલી
બસમાં અપડાઉન કરી કૉલેજને ઉંબરે ચડેલી
હું કહેતો એમ બીજાઓ પણ એને : ખૂબી : કહેતાં
ખૂબી :
આવડતનો ભર્યોભર્યો ખજાનો
ડહાપણનો દરિયો
એક વાર અચાનક ઘેર આવી ચડી
બોલી : તમે મને : ખૂબી કહેતાને સર, !
બાપુએ મને ભાલ-પંથકમાં આપી છે
ખારાપાટમાં
પાણી પી શકું તો આંસુ ન પી શકું ?
એના હોઠ પરના આછોતરા સ્મિતે
સાંજને બોઝલ કરી દીધેલી
કમાલની ત્રીજી દીકરીનું નામ તો મેં જ પાડેલું :
ગઝલ
તોફાની તોરિલી તરવરાટથી ભરેલી, હળવીફૂલ
એનાં જેવાં જ મોહક ચિત્રો ઉતારતી
કૅનવાસ પર, સાહજિકતાથી....
અસુંદરનું સુંદરમાં રૂપાંતર કરવાની આપસૂઝ હતી
ગઝલમાં
ફ્રૅમમાં કુબ્જા પણ કામણગારી થઈ મહોરી ઊઠતી
જોતાં જ રહો અનિમેષ
આંખ ખસવાનું નામ તો લે !
પૂછ્યું તો ટેકરી પરથી રમતિયાળ ઝરણું છૂટ્યું :
હું ડૂબીયે મરવાની નથી
કે મૂંગીમૂંગી આંસુયે નથી પીવાની
હું તો તરીશ એમાં, બાપુ કહે છે એ સમંદરમાં
સપાટીથી તળ સુધી
બાકી, દુઃખ કોના નસીબમાં નથી, કહો તો ?
જેણે અમને પરસ્પરથી અળગાં નથી થવા દીધાં,
તે આ દુઃખની જ દુઆ નથી, સર ?
મેં એની પીઠ પર હાથ પસવારતાં પૂછ્યું ?
કૅનવાસ પર હજીયે ચિત્રો ઉતારે છે,
તું, ગઝલ ?
એ હસી, કશું બોલી નહીં. જરૂર પણ ક્યાં હતી ?
*
૧૦-૧૧-૨૦૦૦ / શુક્ર
મારો બચપણનો દોસ્તાર
સીધો-સાદો ને મોજીલો, એવો જ ઉદાર
મારા ગોરપદા નીચે
અમારી ટણકટોળીએ એને જનોઈ પહેરાવેલી
ને અમારી જેમ તે પણ કાને જનોઈ ચડાવીને....
પછી તો ભણ્યાગણ્યા ને વિખરાયા
આવ્યા-ગયા તડકા ને છાયા
વૅકેશનમાં મળીએ
દુકાનોનાં પાટિયાં પર રાત ટૂંકી કરીએ
વીગત પ્રસંગો સંભારીએ ને દોમદોમ હસીએ
આ કમાલ
ત્રણ વહાલસોઈ દીકરીનો બાપ
કહેતો :
દીકરો હોય કે દીકરી
શો ફેર પડે છે ?
પોતપોતાનું ભાગ્ય લઈને આવી છે
ભાગ્ય લઈને ઊડી જશે ચીડિયાં....
પહેલી દીકરી મુમતાજને લાડથી અમે મમુ કહેતાં
પહેલી હતી એટલે પરિવારમાંથી મળેલાંય એવાં
પ્યાર – દુલાર
એની શાદી વખતે યાર-રિશ્તેદારને હોંશેહોંશે
રૂબરૂ જઈને નોતરાં આપી આવેલો
મુસલમાન જેવો જ નાતો હિન્દુઓ સાથે
લેવડદેવડ ઊઠકબેઠક ને સારે-માઠે આવ-જા નો વે’વાર
હિન્દુ મિત્રોને
ગણપતિની મુદ્રાવાળી
નિમંત્રણ પત્રિકા આપેલી
હરખભેર દાવત દીધેલી
ફરી મળવાનું થયું ત્યારે
એના મોઢાનું નૂર ઊડી ગયેલું જોયું
ખબર – સરખીયે આપેલી નહીં એણે
પૂછ્યું તો ખબર પડી :
મમુ ડૂબી મરી આ ખારા સમંદરમાં
મારી દીકરી ને તોય તાપ જીરવી ન શકી !
જાણીજોઈને તને સમાચાર નો’તા આપ્યા
એની બીજી દીકરી ખુશ્બૂ
મારી પાસે ભણેલી
બસમાં અપડાઉન કરી કૉલેજને ઉંબરે ચડેલી
હું કહેતો એમ બીજાઓ પણ એને : ખૂબી : કહેતાં
ખૂબી :
આવડતનો ભર્યોભર્યો ખજાનો
ડહાપણનો દરિયો
એક વાર અચાનક ઘેર આવી ચડી
બોલી : તમે મને : ખૂબી કહેતાને સર, !
બાપુએ મને ભાલ-પંથકમાં આપી છે
ખારાપાટમાં
પાણી પી શકું તો આંસુ ન પી શકું ?
એના હોઠ પરના આછોતરા સ્મિતે
સાંજને બોઝલ કરી દીધેલી
કમાલની ત્રીજી દીકરીનું નામ તો મેં જ પાડેલું :
ગઝલ
તોફાની તોરિલી તરવરાટથી ભરેલી, હળવીફૂલ
એનાં જેવાં જ મોહક ચિત્રો ઉતારતી
કૅનવાસ પર, સાહજિકતાથી....
અસુંદરનું સુંદરમાં રૂપાંતર કરવાની આપસૂઝ હતી
ગઝલમાં
ફ્રૅમમાં કુબ્જા પણ કામણગારી થઈ મહોરી ઊઠતી
જોતાં જ રહો અનિમેષ
આંખ ખસવાનું નામ તો લે !
પૂછ્યું તો ટેકરી પરથી રમતિયાળ ઝરણું છૂટ્યું :
હું ડૂબીયે મરવાની નથી
કે મૂંગીમૂંગી આંસુયે નથી પીવાની
હું તો તરીશ એમાં, બાપુ કહે છે એ સમંદરમાં
સપાટીથી તળ સુધી
બાકી, દુઃખ કોના નસીબમાં નથી, કહો તો ?
જેણે અમને પરસ્પરથી અળગાં નથી થવા દીધાં,
તે આ દુઃખની જ દુઆ નથી, સર ?
મેં એની પીઠ પર હાથ પસવારતાં પૂછ્યું ?
કૅનવાસ પર હજીયે ચિત્રો ઉતારે છે,
તું, ગઝલ ?
એ હસી, કશું બોલી નહીં. જરૂર પણ ક્યાં હતી ?
*
૧૦-૧૧-૨૦૦૦ / શુક્ર
0 comments
Leave comment