96 - ખબર / મનોહર ત્રિવેદી


ઝાડ ઝૂલ્યું
ને નવાઈ પાનપાને

નીડમાંયે
પાંખનો સંચાર

એટલામાં ક્યાંકથી
કૌતુકભર્યો ટહુકો થયો

ધૂળની નીચે લપાઈ
એક ડમરી

કોણ જાણે ક્યારની બેઠી હશે ?
જોતજોતાંમાં જ એ
ચારે તરફ ઘૂમી વળી
સીમના કાને મૂકી ગઈ

માઘની પ્હેલી ખબર :
ડાળખીમાં જોઈ મેં તાજી ટશર....
*

નાતાલ ૨૦૦૪ / રવિ



0 comments


Leave comment