97 - બાપુ / મનોહર ત્રિવેદી
બાપુ
તમે હતા તો સતત ચાલતાં
ઓઠાં અને ઠહાકા
હવે બચ્યા સૌના ચહેરા પર
કરચલિયાળા આંકા
*
અર્ધશતક લગ રહ્યા ચાલતા ગાયત્રીના જાપ
બાપુ, એમ રહો છો સૌના હોઠે આપોઆપ
*
ઘર આખ્ખુંયે તાકી રહે છે
બાપુને
બાપુની આંખમાં
સાંજ સુધી ઘેર નહીં આવેલા પુત્રની
ચિન્તા
*
બાપુ હોય છે ત્યારે
ઘર ભર્યુંભાદર્યું હોય છે
પરગામ હોય ત્યારે ઘરના પગમાં
ભરાઈ જાય ખાલી...
*
બાપુ હોય તો ઓછપનો ઓછાયોય ન પડે,
હોઠેથી દડે એક પછી એક ઠોળ,
બાએ રોટલા પર લગાવેલ જાણે,
થીણું ઘી અને ગોળ.
*
મેં પૂછ્યું :
તમે આટલી ચિંતા, બાપુ
શીદ કરો છો અમારી ?
હસીને કહે :
એ રીતે હું
મારા બાપુને યાદ કરી લઉં છું
*
બાપુ જાગે
ત્યારે જ થાય સવાર
સવારનો સંચાર
ઊંઘે ત્યારે પડે રાત
ને ઘરમાં પડી જાય એકાએક
સોપો
*
૦૧-૧૦-૨૦૦૩
તમે હતા તો સતત ચાલતાં
ઓઠાં અને ઠહાકા
હવે બચ્યા સૌના ચહેરા પર
કરચલિયાળા આંકા
*
અર્ધશતક લગ રહ્યા ચાલતા ગાયત્રીના જાપ
બાપુ, એમ રહો છો સૌના હોઠે આપોઆપ
*
ઘર આખ્ખુંયે તાકી રહે છે
બાપુને
બાપુની આંખમાં
સાંજ સુધી ઘેર નહીં આવેલા પુત્રની
ચિન્તા
*
બાપુ હોય છે ત્યારે
ઘર ભર્યુંભાદર્યું હોય છે
પરગામ હોય ત્યારે ઘરના પગમાં
ભરાઈ જાય ખાલી...
*
બાપુ હોય તો ઓછપનો ઓછાયોય ન પડે,
હોઠેથી દડે એક પછી એક ઠોળ,
બાએ રોટલા પર લગાવેલ જાણે,
થીણું ઘી અને ગોળ.
*
મેં પૂછ્યું :
તમે આટલી ચિંતા, બાપુ
શીદ કરો છો અમારી ?
હસીને કહે :
એ રીતે હું
મારા બાપુને યાદ કરી લઉં છું
*
બાપુ જાગે
ત્યારે જ થાય સવાર
સવારનો સંચાર
ઊંઘે ત્યારે પડે રાત
ને ઘરમાં પડી જાય એકાએક
સોપો
*
૦૧-૧૦-૨૦૦૩
0 comments
Leave comment