101 - તડકાછઠ / મનોહર ત્રિવેદી
આભે તડકો :
નીમછાંયથી ભીની –
ભીની સડકો
*
વગડે ફરે
તડકાઓનું ધણ :
છાયંડા ચરે
*
થૈ ચકચૂર
તડકા પીને ઘોરે
વન ઘેઘૂર
*
વૈશાખી સૂબો
આ તડકો: છાંયનો
ઘૂંટે કસૂંબો
*
પુષ્પ પૂછે છે
તડકાને: ઝાકળ –
શીદ લૂછે છે ?
*
નિર્જળ કૂવે
ડાળ–પાન વચ્ચેથી
તડકા ચૂવે
*
નીમછાંયથી ભીની –
ભીની સડકો
*
વગડે ફરે
તડકાઓનું ધણ :
છાયંડા ચરે
*
થૈ ચકચૂર
તડકા પીને ઘોરે
વન ઘેઘૂર
*
વૈશાખી સૂબો
આ તડકો: છાંયનો
ઘૂંટે કસૂંબો
*
પુષ્પ પૂછે છે
તડકાને: ઝાકળ –
શીદ લૂછે છે ?
*
નિર્જળ કૂવે
ડાળ–પાન વચ્ચેથી
તડકા ચૂવે
*
0 comments
Leave comment