102 - હાઈકુ / મનોહર ત્રિવેદી


મળસકાની
પાટીમાં કિરણોનું
ચિતરામણ
*

ફૂલપત્તીની
છાતીએ ઝાકળના
ઉઝરડાઓ
*

ન ખીલે ગાય:
ગમાણ કને ઝૂરે
ભાંભરડાઓ
*

સવારે સૂર્ય
ખંખોળિયું ખાય ત્યાં
તુલસીક્યારે
*

પૃથ્વી અને મા :
બ્રહ્માની આંખમાંથી
ખરેલાં આંસુ
*

૨૦૧૦



0 comments


Leave comment