103 - ડાંગના જંગલમાં ફરતાં.... / મનોહર ત્રિવેદી


ટેકરીઓની
અડખેપડખે
વનરાજિના કેશ
અને
સૌભાગ્યચિહ્ન-શું
દેરું
સેંથી જેવી
નાનકડી આ
નદી
વચોવચ
જાય વહેતી
ઊઠતી
ને
ખણખણતી
એમાં
કંકણ-શી
ઘૂમરીઓ

ઝાંઝરની
ઘૂઘરીઓ
જેવાં જળ
છીપરથી દડે

લહરલહર :
હા
વનદેવી
ત્યાં નહાય
એની
તરે ચૂંદડી

કેડી
કડ્ય લાંક

ગયો નથી જો,
હું પણ
ઘરની બહાર.
*

૨૬-૧૧-૨૦૦૮ / બુધ


0 comments


Leave comment