104 - શેઢો (મોનોઇમેજ) / મનોહર ત્રિવેદી
શેઢો –
અંધકારનો
વ્યાપ
જોતો રહ્યો ચૂપચાપ
સાંજનો ગાડામારગ
તરત ઘેરાઈ ગયો
*
બે તસુ જમીન
એ તો કેવળ બહાનું
નાના હતા ત્યારે એમની
ઊછળકૂદથી શેઢો પણ
પોરસાતો
ખેતીનાં ઓજાર
ભોં ખેડવાને બદલે
હવે બે ભાઈના હાથમાં
વારેવારે વીંઝતાં રહે છે
*
રાજીરાજી થઈને
હવાએ પણ
પહેરી હતી એની ઓઢણીને
શેઢો જુએ છે
એના લીરા
ખીજડાની તીરખીમાં
અટવાઈ ગયા છે
*
ઓળખ-અણસાર
ઢાલ – વે’વાર
થતાં વણકહ્યે, વણનોતર્યે
શેઢો કોને પૂછે :
ભરોટાને ટેકો આપનાર
ખભા ક્યાં ખસી ગયા ?
*
થોર – કાંટાળી વાડમાં
છીંડાં પાડવાની મજા
હવે કોઈ લૂંટતું નથી
શેઢાની છાતીમાં ફાળ :
વગડાઉ પશુ છેતરાઈ જાય છે
છોકરાઓ જેવી સમજ એ ક્યાંથી લાવે ?
એમને વીજપ્રવાહમાં છુપાયેલા મોતની
ઓછી જ ગંધ આવે ?
*
નવોઢાની ચીસ
સંભળાઈ હતી શેઢાને
તે ગોઝારી સાંજે
ત્યાં દેરી છે
ખાંભી નથી
*
શેઢાને એ નથી સમજાતું
ખળાથી ગળા લગી
પૂગેલું અન્ન
ઓડકારનો અર્થ
શાથી ગુમાવી ચૂક્યું છે ?
*
પેન્ટ-શર્ટમાં સજ્જ
ચાડિયાએ પૂછ્યું
શેઢાને :
આ દુહા-સળુકા એટલે શું ?
*
૦૬-૧૧-૨૦૦૮
અંધકારનો
વ્યાપ
જોતો રહ્યો ચૂપચાપ
સાંજનો ગાડામારગ
તરત ઘેરાઈ ગયો
*
બે તસુ જમીન
એ તો કેવળ બહાનું
નાના હતા ત્યારે એમની
ઊછળકૂદથી શેઢો પણ
પોરસાતો
ખેતીનાં ઓજાર
ભોં ખેડવાને બદલે
હવે બે ભાઈના હાથમાં
વારેવારે વીંઝતાં રહે છે
*
રાજીરાજી થઈને
હવાએ પણ
પહેરી હતી એની ઓઢણીને
શેઢો જુએ છે
એના લીરા
ખીજડાની તીરખીમાં
અટવાઈ ગયા છે
*
ઓળખ-અણસાર
ઢાલ – વે’વાર
થતાં વણકહ્યે, વણનોતર્યે
શેઢો કોને પૂછે :
ભરોટાને ટેકો આપનાર
ખભા ક્યાં ખસી ગયા ?
*
થોર – કાંટાળી વાડમાં
છીંડાં પાડવાની મજા
હવે કોઈ લૂંટતું નથી
શેઢાની છાતીમાં ફાળ :
વગડાઉ પશુ છેતરાઈ જાય છે
છોકરાઓ જેવી સમજ એ ક્યાંથી લાવે ?
એમને વીજપ્રવાહમાં છુપાયેલા મોતની
ઓછી જ ગંધ આવે ?
*
નવોઢાની ચીસ
સંભળાઈ હતી શેઢાને
તે ગોઝારી સાંજે
ત્યાં દેરી છે
ખાંભી નથી
*
શેઢાને એ નથી સમજાતું
ખળાથી ગળા લગી
પૂગેલું અન્ન
ઓડકારનો અર્થ
શાથી ગુમાવી ચૂક્યું છે ?
*
પેન્ટ-શર્ટમાં સજ્જ
ચાડિયાએ પૂછ્યું
શેઢાને :
આ દુહા-સળુકા એટલે શું ?
*
૦૬-૧૧-૨૦૦૮
0 comments
Leave comment