106 - તે - / મનોહર ત્રિવેદી


ઝબકીને જાગી ગયો
એકાએક
સવાર પડી ગઈ ?

ના રે ના
કસાઈ કહે :
એ તો મને ભાળીને ભયભીત
કૂકડો બોલ્યો’તો

તું – તારે
નિરાંતે ઊંઘી જા
હજી તો વાર છે
હું છું ને ?
એવું થોડું છે કે
કૂકડો હોય તો જ સવાર પડે ?
*

૦૮-૦૮-૨૦૦-૧૦ / શનિ


0 comments


Leave comment