107 - સ્થાનાંતર / મનોહર ત્રિવેદી


ટહુકાઓ
તરફડીને થડ પાસે
ફસડાઈ
ભોંય પર પડેલાં
પંખીનાં ગળાંમાં
થીજી ગયાં

જ્યાં
તેઓ લપાતાં
ડાળ વચ્ચે
ત્યાં
શિકારીઓનાં તીર
ગોઠવાઈ ગયેલાં
*

૧૪-૦૯-૨૦૦૯ / સોમ


0 comments


Leave comment