108 - ગીર : માગશર સંવત ૨૦૬૬ / મનોહર ત્રિવેદી
શિયાળે ઊની લૂ વાય
પાન ખરે, ઓસરતી છાંય
બળીજળી આ ઠરશે આંખ !
થળથળ જ્યાં ચૈતર-વૈશાખ
પાંચાલી-શાં સરિતા-નીર
કોણ પૂરશે એનાં ચીર ?
નથી મારગે મ્હોર્યાં રૂપ
કેર – ખાખરા સર્વે ચૂપ
હરણાં-સસલાંની ક્યાં ઠેક ?
કલરવની આછી થૈ મ્હેક
સાવજની રૂંધાઈ ત્રાડ
સ્તબ્ધ અને સૂના સૌ પ્હાડ
અણોસરા આયારના નેસ
ખમ્મા ! વાગી ગર્યને ઠેસ !
*
૦૬-૧૨-૨૦૦૯ / રવિ
પાન ખરે, ઓસરતી છાંય
બળીજળી આ ઠરશે આંખ !
થળથળ જ્યાં ચૈતર-વૈશાખ
પાંચાલી-શાં સરિતા-નીર
કોણ પૂરશે એનાં ચીર ?
નથી મારગે મ્હોર્યાં રૂપ
કેર – ખાખરા સર્વે ચૂપ
હરણાં-સસલાંની ક્યાં ઠેક ?
કલરવની આછી થૈ મ્હેક
સાવજની રૂંધાઈ ત્રાડ
સ્તબ્ધ અને સૂના સૌ પ્હાડ
અણોસરા આયારના નેસ
ખમ્મા ! વાગી ગર્યને ઠેસ !
*
૦૬-૧૨-૨૦૦૯ / રવિ
0 comments
Leave comment