109 - અમદાવાદ / મનોહર ત્રિવેદી
ધૂળ ગમે છે ગામની એમ જ અમદાવાદ
મોબાઇલથી ઊતરે કરું જરી જ્યાં યાદ
સસલે સામી છાતીએ મરડી લગરીક મૂછ
શ્વાન દબાવી એ ગયો બે પગ વચ્ચે પુચ્છ
શાહે તે સ્થળ પારખી ત્યાં જ વસાવ્યું શ્હેર
જીવે બડકંદાર થઈ અહીંનાં જન વટભેર
અન્યાયો સાંખે નહીં કોણ નીચ કે ઊંચ ?
પ્હેલીવ્હેલી નીરખી જગતે દાંડીકૂચ
સરદારે રોપી હતી ભવ્ય આવતી કાલ
રવિ ઠાકુરે મેળવ્યું નર્યુંનીતર્યું વ્હાલ
હરિજન આશ્રમ કોચરબ:અહીં વસ્યો’તો સંત
માણસ નામે સત્યને દીઠું તંતોતંત
હ્રદયકુંજનો રેંટિયો આજ અહીં છે ચૂપ
ગાંધીના સ્ટેચ્યૂ કને ઊભો કરશું સ્તૂપ ?
ઊજળું એ કૈં દૂધ ના ખાદી દે સંદેશ
એનાથી ઊજળી મળે આંખ મહીંની મેશ
સીદી સૈયદ સાંભરે જાળી જોતાંવેંત
દરવાજાઓ જોઈને લાગે જાણે પ્રેત !
દેરાસર હું જોઉં કે હઠીસિંગની વાવ ?
કાંકરિયાની કૂખમાં પ્રાણીબાગ-તળાવ
વ્હેતી સાબરમાં હશે રહસ્ય મેલાં ગૂઢ
સંભળાવે તો આપણી થાય મતિ પણ મૂઢ
સહુના પગમાં પાંખ છે કરમાં મબલખ કામ
બે આંખોથી મળી લિયે એ જ ગણે આરામ
ફ્લાઈ ઓવરમાં જુઓ, ઊડ્યે જાય છે યંત્ર
ઓળંગી નીકળી જવું : સૌનો જીવનમંત્ર
દેશ સદા સંભારશે વિક્રમ સારાભાઈ
મૃણાલિનીના દર્પણે ત્રિ-કાળ ભેળા થાય
અખા ભગતની આંખમાં કણા–શા ખૂંચ્યા દંભ
છપ્પાથી હળવે હસી કીધા ઉપાલંભ
સ્નેહરશ્મિ ઉ. જો. તથા પંડિત, પન્નાલાલ
નિરંજનની કલમથી તડકા થયા ગુલાબ
તે છેડે લા. ઠા. અને આ છેડે રઘુવીર
પાવન છે મા શારદા ગિરાગૂર્જરી-તીર
ગોવર્ધનના નામની પરિષદ સાબર-તીર
કોણ શક્યું છે પારખી ઊંડાં એનાં નીર ?
સેટેલાઇટ ઝીલતું ચૌદ ભુવનનું જ્ઞાન
વ્હેંચે : કિશ્ચયન હોય કે હિન્દુ-મુસલમાન
લડે પડે ને લડખડે નગર આ લોહીઝાણ
મરીને પાછું અવતરે દેવહૂમાનો પ્રાણ
*
* ઋણસ્વીકાર : કવિ દિનેશ દેસાઈ
૨૦૧૦
મોબાઇલથી ઊતરે કરું જરી જ્યાં યાદ
સસલે સામી છાતીએ મરડી લગરીક મૂછ
શ્વાન દબાવી એ ગયો બે પગ વચ્ચે પુચ્છ
શાહે તે સ્થળ પારખી ત્યાં જ વસાવ્યું શ્હેર
જીવે બડકંદાર થઈ અહીંનાં જન વટભેર
અન્યાયો સાંખે નહીં કોણ નીચ કે ઊંચ ?
પ્હેલીવ્હેલી નીરખી જગતે દાંડીકૂચ
સરદારે રોપી હતી ભવ્ય આવતી કાલ
રવિ ઠાકુરે મેળવ્યું નર્યુંનીતર્યું વ્હાલ
હરિજન આશ્રમ કોચરબ:અહીં વસ્યો’તો સંત
માણસ નામે સત્યને દીઠું તંતોતંત
હ્રદયકુંજનો રેંટિયો આજ અહીં છે ચૂપ
ગાંધીના સ્ટેચ્યૂ કને ઊભો કરશું સ્તૂપ ?
ઊજળું એ કૈં દૂધ ના ખાદી દે સંદેશ
એનાથી ઊજળી મળે આંખ મહીંની મેશ
સીદી સૈયદ સાંભરે જાળી જોતાંવેંત
દરવાજાઓ જોઈને લાગે જાણે પ્રેત !
દેરાસર હું જોઉં કે હઠીસિંગની વાવ ?
કાંકરિયાની કૂખમાં પ્રાણીબાગ-તળાવ
વ્હેતી સાબરમાં હશે રહસ્ય મેલાં ગૂઢ
સંભળાવે તો આપણી થાય મતિ પણ મૂઢ
સહુના પગમાં પાંખ છે કરમાં મબલખ કામ
બે આંખોથી મળી લિયે એ જ ગણે આરામ
ફ્લાઈ ઓવરમાં જુઓ, ઊડ્યે જાય છે યંત્ર
ઓળંગી નીકળી જવું : સૌનો જીવનમંત્ર
દેશ સદા સંભારશે વિક્રમ સારાભાઈ
મૃણાલિનીના દર્પણે ત્રિ-કાળ ભેળા થાય
અખા ભગતની આંખમાં કણા–શા ખૂંચ્યા દંભ
છપ્પાથી હળવે હસી કીધા ઉપાલંભ
સ્નેહરશ્મિ ઉ. જો. તથા પંડિત, પન્નાલાલ
નિરંજનની કલમથી તડકા થયા ગુલાબ
તે છેડે લા. ઠા. અને આ છેડે રઘુવીર
પાવન છે મા શારદા ગિરાગૂર્જરી-તીર
ગોવર્ધનના નામની પરિષદ સાબર-તીર
કોણ શક્યું છે પારખી ઊંડાં એનાં નીર ?
સેટેલાઇટ ઝીલતું ચૌદ ભુવનનું જ્ઞાન
વ્હેંચે : કિશ્ચયન હોય કે હિન્દુ-મુસલમાન
લડે પડે ને લડખડે નગર આ લોહીઝાણ
મરીને પાછું અવતરે દેવહૂમાનો પ્રાણ
*
* ઋણસ્વીકાર : કવિ દિનેશ દેસાઈ
૨૦૧૦
0 comments
Leave comment