111 - માય ડિયર જયુ / મનોહર ત્રિવેદી
પાતળિયો દેહ ઊંચો, શ્વેત દાઢી-વાળ
મળો તો લાગે કે જાણે નમી એક ડાળ
સંજીવની છાંટી પૂરે મડદામાં જીવ,
સરસત્તી ! બ્રહ્માની તેં કીધી નૅગેટિવ ?
છકડો ભરીને સહુ સાથે પૂગે કૂડા –
હારોહાર ઓઠાંનાંયે વહાવે દંદૂડાં
જોયો એણે કેવો રાજકપૂરનો ટાપુ !
કાગળની હોડી ઇ તો હાંક્યે જાય બાપુ !
ડારવીન – સમોવડ્ય ગોત્યો સવો ભૂવો
આંખ તમે માંડો તો ઇ હોય સામે મૂઓ
ભાવેણામાં વસે છતાં ભીતરમાં ભાવ :
પારષદભાય, મને ટાણા લઈ જાવ !
ફોનમાં એ આરેવારે પૂછે હાલચાલ
હૃદય નિચોવી કરે ભેરુઓને વ્હાલ
સ્વયંભૂ જ્યાં જીવતર ઓળઘોળ થયું
ગોર પછે બોલ્યા : ઇ તો માય ડિયર જયુ !
*
૨૧-૦૭-૨૦૦૯ / મંગળ
મળો તો લાગે કે જાણે નમી એક ડાળ
સંજીવની છાંટી પૂરે મડદામાં જીવ,
સરસત્તી ! બ્રહ્માની તેં કીધી નૅગેટિવ ?
છકડો ભરીને સહુ સાથે પૂગે કૂડા –
હારોહાર ઓઠાંનાંયે વહાવે દંદૂડાં
જોયો એણે કેવો રાજકપૂરનો ટાપુ !
કાગળની હોડી ઇ તો હાંક્યે જાય બાપુ !
ડારવીન – સમોવડ્ય ગોત્યો સવો ભૂવો
આંખ તમે માંડો તો ઇ હોય સામે મૂઓ
ભાવેણામાં વસે છતાં ભીતરમાં ભાવ :
પારષદભાય, મને ટાણા લઈ જાવ !
ફોનમાં એ આરેવારે પૂછે હાલચાલ
હૃદય નિચોવી કરે ભેરુઓને વ્હાલ
સ્વયંભૂ જ્યાં જીવતર ઓળઘોળ થયું
ગોર પછે બોલ્યા : ઇ તો માય ડિયર જયુ !
*
૨૧-૦૭-૨૦૦૯ / મંગળ
0 comments
Leave comment