113 - મનસુખ સલ્લા / મનોહર ત્રિવેદી
સૂકા તન મહીં વસે લીલેરું હૃદય
હસતા બે હોઠ : એનો સાચો પરિચય
ગુલાબી ગુલાબી એનો રૂપકડો ચ્હેરો
આઠે પ્હોર ભર્યા કરે પોતાનો જ પ્હેરો
ઊંચું કાઠું, કિન્તુ નીચી રાખી જાણે આંખ
કલમ ગ્રહે ત્યાં ફૂટે કાગળને પાંખ
પગમાં મૂકી છે કોણે ગતિ આ અખૂટ ?
શરમની મારી ટ્રેન બદલતી રૂટ !
અનુભવી એરણે આ સોની ઘડે ઘાટ
સોના જેવા વિચારોને ક્યાંથી લાગે કાટ ?
નિબંધ ને વારતામાં આખ્ખેઆખ્ખા કોળે
વાંચનાર વિસ્મયથી જાત નિજ ખોળે
મિત્રરૂપે ફળ્યા મને મનસુખ સલ્લા
ધરા પરે મળ્યા : ભલે આભે રહ્યા અલ્લા
*
૨૨-૧૦-૨૦૧૦ / બુધ
હસતા બે હોઠ : એનો સાચો પરિચય
ગુલાબી ગુલાબી એનો રૂપકડો ચ્હેરો
આઠે પ્હોર ભર્યા કરે પોતાનો જ પ્હેરો
ઊંચું કાઠું, કિન્તુ નીચી રાખી જાણે આંખ
કલમ ગ્રહે ત્યાં ફૂટે કાગળને પાંખ
પગમાં મૂકી છે કોણે ગતિ આ અખૂટ ?
શરમની મારી ટ્રેન બદલતી રૂટ !
અનુભવી એરણે આ સોની ઘડે ઘાટ
સોના જેવા વિચારોને ક્યાંથી લાગે કાટ ?
નિબંધ ને વારતામાં આખ્ખેઆખ્ખા કોળે
વાંચનાર વિસ્મયથી જાત નિજ ખોળે
મિત્રરૂપે ફળ્યા મને મનસુખ સલ્લા
ધરા પરે મળ્યા : ભલે આભે રહ્યા અલ્લા
*
૨૨-૧૦-૨૦૧૦ / બુધ
0 comments
Leave comment