114 - રતિલાલ બોરીસાગર / મનોહર ત્રિવેદી


ડાબી અને જમણી જ્યાં આંખ એની ફરે
વક્રતાઓ કલમની ટોચે ત્યાં તો, અરે !

નિરાંતે લખે કે લખી નાખે ઉભડક
પાને–પાને નીતરતું મરક–મરક !

પહોંચાડે પળમાં એ આનંદને લોક
પ્રવેશી ના શકે એમાં અભાગિયો કોક

હાસ્ય એનાં લોહીમાંસત્વચા અને ૐ
ઠઠ્ઠા અને ઠઠારાઓ ભર્યાં રોમેરોમ

એની કને દુઃખ કોઈ નખશિખ રુએ
વળતાં, તે લીલોછમ પોતાને જુએ

ઍંજ્યૉગ્રાફીને ગણે ઍંજોયગ્રાફી
ડોસલાના હોઠ વચ્ચે ઠઠી રહે સાફી

પ્રતિકાવ્ય વાંચતા જ હલબલે છાતી,
હાસ્ય વિના રહે પછી કિયો ગુજરાતી ?

સાગર મળ્યો છે મને, નામે રતિલાલ
રતીભર ભાર નહીં, વ્હેંચે સૌને વ્હાલ
*

૨૯-૧૦-૨૦૧૦ / શુક્ર0 comments


Leave comment