115 - નાનાભાઈ હ. જેબલિયા / મનોહર ત્રિવેદી


વિધાતાએ દીધાં કથા-કાગળ ને પેન
લખ્યા વિના ક્યાંથી પછી પડે એને ચેન ?

તરણાની ઓથે ઊભી કરી એક ખાંભી
વારતામાં ખણકતાં કડલાં ને કાંબી

સરસ્વતી જાનપદી વાણી થઈ વહે
ભાવકનાં હૈયાં એમાં તાજાંતમ રહે

સમજે નહીં ને છાતીફાટ હસે ‘હોહ્ઓ’
સાંભળે ના કાન ઉર્ફે તબિયત ઓહો !

ડૂંટીએથી ખેંચીખેંચી કરીએ શું વાત ?
માથડાં હલાવે નર્યાં, વીતે ભલે રાત

ભાઈભેરુ માટે જણ ઉજાગરા વેઠે
ચિન્તાઓ વલોવે, શ્વાસ બેસે નહીં હેઠે

વહુવારુ પામે અહીં દીકરીના લાડ
દુનિયાદારીની જૂઠી તોડી શકે વાડ

કાઠી દરબાર : એનું દુબળુંક કાઠું
કિન્તુ ભડ, કાળનેયે મારી શકે ઠાંઠું
*

૨૯-૧૦-૨૦૧૦ / શુક્ર


0 comments


Leave comment