116 - પ્રબોધ ર. જોશી / મનોહર ત્રિવેદી
‘કેમછો ?’ કે એવું કશું પૂછવાનું નહીં
મળો ત્યારે આપમેળે દેહ દેશે કહી
Zydusરૂપી વાણી મહીં ઔષધિ –
લેશે તેની સ્નેહની હા, જશે પીડા વધી
પીરસનારાની ભાવે વેઠી લિયે સજા
વેઢમી આરોગે એને જોવાની જ મજા
દ્રેશ નહીં, નહીં ક્રોધ, મળે નહીં ડંખ
સફળતા વિશે કદી ફૂંકે નહીં શંખ
એક પગ ભારતમાં, બીજો હો જાપાન
તમાકુ-શું કાલવીને સૌને દિયે માન
ગૂર્જરીગિરાની છવિ : ઉર્ફે આ ‘ઉદ્દેશ’
વારસામાં સાચવ્યો છે પિતાજીનો દેશ
નથી જોયો સગ્ગી આંખે નાયગરા ધોધ
અનુમાન કરી શકું હસે જ્યાં પ્રબોધ !
*
નાતાલ ૨૦૧૦ / શનિ
મળો ત્યારે આપમેળે દેહ દેશે કહી
Zydusરૂપી વાણી મહીં ઔષધિ –
લેશે તેની સ્નેહની હા, જશે પીડા વધી
પીરસનારાની ભાવે વેઠી લિયે સજા
વેઢમી આરોગે એને જોવાની જ મજા
દ્રેશ નહીં, નહીં ક્રોધ, મળે નહીં ડંખ
સફળતા વિશે કદી ફૂંકે નહીં શંખ
એક પગ ભારતમાં, બીજો હો જાપાન
તમાકુ-શું કાલવીને સૌને દિયે માન
ગૂર્જરીગિરાની છવિ : ઉર્ફે આ ‘ઉદ્દેશ’
વારસામાં સાચવ્યો છે પિતાજીનો દેશ
નથી જોયો સગ્ગી આંખે નાયગરા ધોધ
અનુમાન કરી શકું હસે જ્યાં પ્રબોધ !
*
નાતાલ ૨૦૧૦ / શનિ
0 comments
Leave comment