119 - ગુરુવર્ય તખ્તસિંહ પરમાર / મનોહર ત્રિવેદી
નહીં પારકું, નહીં પરાયું, પોતીકું છે સર્વ
જે મન મૂકી સદા ઊજવે માણસ નામે પર્વ
પ્રેમ-પ્રેમ બસ, પ્રેમ : પ્રાણમાં ઘૂમે એક જ મંત્ર
મુઠ્ઠીભર કાયાનું ચાલે સ્ફુર્તિમય એ તંત્ર
અડે જરી તો જાય ઓગળી ખરબચડા સૌ ગર્વ –
આ તે કેવી વિદ્યા જેનો નથી ઊકલતો ભેદ
કર્યાં તમસથી મુક્ત સ્વયં એ કરે હૃદયમાં કેદ ?
અહીં મળ્યું તે યક્ષયક્ષિણી, ના પામે ગંધર્વ
*
૧૫-૧૦-૨૦૦૭ / સોમ

0 comments
Leave comment