2 - અહમ્ ઓગાળવા આવ્યા / શોભિત દેસાઈ
કિરણ આવ્યાં તો અંધારાં કરમ ઓગાળવા આવ્યા,
આ ઝાકળ શાને પોતાના જનમ ઓગાળવા આવ્યા !
કહી દીધું ખરેખર સ્પર્શને : આજે ઝૂકીશું નહિ,
છુઈમુઈનાં પર્ણો જો ! શરમ ઓગાળવા આવ્યા.
હતી એક જ શરત આખી સફરની, સાહજીક બનવું,
સમજ જે આ લઈ આવ્યા ભરમ ઓગાળવા આવ્યા .
અમારે દેવ-દેવી, દોરા-ધાગા, સુખ ને દુ:ખ છે પ્રેમ,
ખરાં દર્શન કરી દૈર-ઓ-હરમ ઓગાળવા આવ્યા.
અધિકૃત હો ભલે, તો પણ પ્રશસ્તિઓ ગમે છે ક્યાં ?
તમારી પાસે આવ્યા તો અહમ્ ઓગાળવા આવ્યા.

0 comments
Leave comment