3 - લઈ લે તું મને / શોભિત દેસાઈ
જો પડીશ વિશ્ર્લેષણો તો નહિ લે તું મને !
કર કહ્યું અંતરનું ! જીદ ના કર ! લઈ લે તું મને.
થઈ ગયો છું તારી આજુબાજુનું વાતાવરણ,
જાતને કર એવી, રૂંવે રૂંવે ઝીલે તું મને !
આભથી હું શ્વાસ થઈ ત્હારો, નીતરતો જાઉં છું,
સાત રંગોથી સજાવી લે, ધરી લે તું મને !
જો નહિ લૌકિક નજરથી, બહુ જુદો લાગીશ હું ,
હું નથી દેખાઉં છું જે, ઓળખી લે તું મને.
એક બસ તારો જ છે અધિકાર આ અસ્તિત્વ પર,
જોગી બનવામાં છું, જલદી ભોગવી લે તું મને.

0 comments
Leave comment