5 - ગઝલની ભાષા છે /શોભિત દેસાઈ


વીફર્યું ખગ ગઝલની ભાષા છે,
તીક્ષ્ણ, તગતગ ગઝલની ભાષા છે !

એકસરખા વહી રહ્યા છો આપ !
આપની વગ ગઝલની ભાષા છે.

આવે વંટોળ કે પડે પગલાં,
રેતના ઢગ ગઝલની ભાષા છે.

જ્યાં હજી કલ્પના નથી પહોંચી,
દોસ્ત ! ત્યાં લગ ગઝલની ભાષા છે.

ધર્મ છે જેનો મર્મ લખવો એ,
ઠાવકા ઠગ ગઝલની ભાષા છે.

ક્યાં છે વિસ્તાર કૈં સીમિત એનો !
આખું આ જગ ગઝલની ભાષા છે.


0 comments


Leave comment