6 - શ્વાસનાં અછો વાનાં શું છે / શોભિત દેસાઈ
લોક ત્રણ છે, માનું છું; તો કહો, જરા શું છે ?
છે કરોડો વર્ષોની ભીડ, તો ત્વરા શું છે ?
હો મને જો ઓળખવો, આટલું તું જાણીલે:
અગ્નિ, આભ, વાયુ શું ? જળ અને ધરા શું છે ?
થઈ ગયા અમે તારા ત્યારે આટલું સમજ્યા,
પળ, ઘડી, યુગો, જન્મોની આ જાતરા શું છે !
અવતર્યા એ સાથે અહીં થાય નક્કી મરવાનું,
શ્વાસનાં અછો વાનાં શું છે ? સરભરા શું છે ?
ચાહવાનો મારગ તો, માત્ર માગે તન્મયતા
એને પામવા માટે તપ આ આકરા શું છે ?
છે કરોડો વર્ષોની ભીડ, તો ત્વરા શું છે ?
હો મને જો ઓળખવો, આટલું તું જાણીલે:
અગ્નિ, આભ, વાયુ શું ? જળ અને ધરા શું છે ?
થઈ ગયા અમે તારા ત્યારે આટલું સમજ્યા,
પળ, ઘડી, યુગો, જન્મોની આ જાતરા શું છે !
અવતર્યા એ સાથે અહીં થાય નક્કી મરવાનું,
શ્વાસનાં અછો વાનાં શું છે ? સરભરા શું છે ?
ચાહવાનો મારગ તો, માત્ર માગે તન્મયતા
એને પામવા માટે તપ આ આકરા શું છે ?
0 comments
Leave comment