9 - પ્રશ્ન અર્થાત્ ઉત્તરની ગઝલ / રિષભ મહેતા


પળ પળે પળ શ્વાસ છે કે આપ છો ?
દર્દનો એહસાસ છે કે આપ છો ?

આંખ ખૂદ સપનું બનીને રહી ગઈ
ચોતરફ આભાસ છે કે આપ છો ?

શ્વાસ ખુશ્બુના સુકાઈને ખર્યા
આ વિવશ મધુમાસ છે કે આપ છો ?

તરબતર આંખોને ના લૂછો હવે
એ કહો એ પ્યાસ છે કે આપ છો ?

દ્વારમાં ઊભી પ્રતીક્ષા ઓગળે
આવશો–ની આશ છે કે આપ છો ?



0 comments


Leave comment