11 - અસ્તિત્વ કહેકશાંનું / શોભિત દેસાઈ
કંપન ઝીલે છે નભમાં અસ્તિત્વ કહેકશાંનું,
જ્યાં સ્હેજ હું હલાવું જાળું કરોળિયાનું.
આભાસ છે ગતિનો કેવો, કે ચાંદને લઈ
હાલી રહ્યાં છે પર્ણો, હોવું નથી હવાનું.
આ રોજનો નિયમ છે, મનનો અતૂટ ક્રમ છે;
ના હોય તું છતાં પણ ત્યાં એ અચૂક જવાનું.
ઝાડીમાં રાત થઈ ગઈ, સૂરજ તો ક્યાંથી ચમકે !
નાનું રખડવું નમણું, નોખું છે આગિયાનું !
મારા સમગ્ર સાથે ચાહીશ જો મને તું,
સાર્થક થશે તો મારું અહીં આવવું, જવાનું !

0 comments
Leave comment