13 - આવું અજવાળું / શોભિત દેસાઈ
આવું અજવાળું ના ઊગે ધણમાં !
કૈંક જાદુ હશે રબારણમાં !
આજે તેં આંખ ફેરવી લીધી,
કાલે બેઠો’તો તારી પાંપણમાં.
સ્હે.... જ ઉમ્મર વધી હો વર્ષાની,
એવું લાગી રહ્યું છે શ્રાવણમાં.
વૃદ્ધો સામાન્યત: ઊઠી વહેલા,
દીર્ધ દિવસ જીવે છે ઘડપણમાં.
રેતી આવી રૂપાળી તો ના હોય !
ક્યાંક કૂવો છુપાયો છે રણમાં.
હા, લીલો કાચ જેવો મૂંઝારો,
વેડફી નાંખ્યો છે મેં સમજણમાં.
કૈંક જાદુ હશે રબારણમાં !
આજે તેં આંખ ફેરવી લીધી,
કાલે બેઠો’તો તારી પાંપણમાં.
સ્હે.... જ ઉમ્મર વધી હો વર્ષાની,
એવું લાગી રહ્યું છે શ્રાવણમાં.
વૃદ્ધો સામાન્યત: ઊઠી વહેલા,
દીર્ધ દિવસ જીવે છે ઘડપણમાં.
રેતી આવી રૂપાળી તો ના હોય !
ક્યાંક કૂવો છુપાયો છે રણમાં.
હા, લીલો કાચ જેવો મૂંઝારો,
વેડફી નાંખ્યો છે મેં સમજણમાં.
0 comments
Leave comment