16 - તમસથી જ્યોતિ સુધીની પંચમહાભૂતની યાત્રા – ૨ - जलोडहम् : સાગર / શોભિત દેસાઈ
સૂરજ જેવા સૂરજને પી જવાની પ્યાસ છે સાગર,
રમે છે મન મૂકીને; ચાંદનીનો રાસ છે સાગર.
ચિરંતન કાળથી ચરતું રહે છો ને ગગન એને !
કદી પણ ના ખૂટે એ ભૂરું ભૂરું ઘાસ છે સાગર.
અહીંથી વાદળાં બંધાઈને વરસે છે અવની પર,
નદીનું ભાવિ સાગર છે અને ઈતિહાસ છે સાગર.
હવે આથી વધુ આગળ જવું તો છે પ્રતિબંધિત,
છે મોજાંની સીમા તટ, એમનો આવાસ છે સાગર.
મિજાજી, અપ્તરંગી, રાજવીનો રાજવી છે પણ,
કરે હિમ્મત કોઈ ખેડુ તો એનો દાસ છે સાગર !
નથી ઔકાત, પણ કેવી અલૌકિક આ અનુભૂતિ !
છે ગાગર આવડી અમથી ને એનો પ્રાસ છે સાગર !
રમે છે મન મૂકીને; ચાંદનીનો રાસ છે સાગર.
ચિરંતન કાળથી ચરતું રહે છો ને ગગન એને !
કદી પણ ના ખૂટે એ ભૂરું ભૂરું ઘાસ છે સાગર.
અહીંથી વાદળાં બંધાઈને વરસે છે અવની પર,
નદીનું ભાવિ સાગર છે અને ઈતિહાસ છે સાગર.
હવે આથી વધુ આગળ જવું તો છે પ્રતિબંધિત,
છે મોજાંની સીમા તટ, એમનો આવાસ છે સાગર.
મિજાજી, અપ્તરંગી, રાજવીનો રાજવી છે પણ,
કરે હિમ્મત કોઈ ખેડુ તો એનો દાસ છે સાગર !
નથી ઔકાત, પણ કેવી અલૌકિક આ અનુભૂતિ !
છે ગાગર આવડી અમથી ને એનો પ્રાસ છે સાગર !
0 comments
Leave comment