17 - તમસથી જ્યોતિ સુધીની પંચમહાભૂતની યાત્રા – ૩ - स्थलोडहम् : વૃક્ષો / શોભિત દેસાઈ


કાનમાં ભોંના કૈં કહે વૃક્ષો,
જન્મથી છે ઊભા પગે વૃક્ષો.

અંઘને લીલી વાસ આવે છે,
આજુબાજુ ઘણાં હશે વૃક્ષો.

એક તો ચાંદ પોતે પાગલ ને,
એને પાગલ વધુ કરે વૃક્ષો.

સાવ દંભી દુઆ છે મારી તને,
રણ લીધાં મેં, તને મળે વૃક્ષો.

છે પરમ મુત્સદ્દી સ્વભાવે એ,
જ્યાં પવન એ તરફ ઢળે વૃક્ષો.


0 comments


Leave comment