18 - તમસથી જ્યોતિ સુધીની પંચમહાભૂતની યાત્રા – ૪ - अंतरालोडहम् : વાદળાં / શોભિત દેસાઈ
સંતત્વનો સ્વભાવ સ્વીકારે છે વાદળાં,
ખારી હવાને એમ નિતારે છે વાદળાં.
ગગડાટથી કહેવા શું ધારે છે વાદળાં !
વરસી જવું કે નહિ એ વિચારે છે વાદળાં ?
ઉપર કરીને નેજવું જોતાં અવારનવાર,
જગતાતનાં નયનને નિખારે છે વાદળાં.
કાળા, સુનેરી, ધોળા કે કથ્થઈ પહેરી રંગ,
આછા ભૂરા ગગનની વહારે છે વાદળાં.
આંખોથી આભ વરસી પડે કોઈ પણ ક્ષણે,
ભીતરમાં કૈં કમાલનાં.... ભારે છે વાદળાં.
ખારી હવાને એમ નિતારે છે વાદળાં.
ગગડાટથી કહેવા શું ધારે છે વાદળાં !
વરસી જવું કે નહિ એ વિચારે છે વાદળાં ?
ઉપર કરીને નેજવું જોતાં અવારનવાર,
જગતાતનાં નયનને નિખારે છે વાદળાં.
કાળા, સુનેરી, ધોળા કે કથ્થઈ પહેરી રંગ,
આછા ભૂરા ગગનની વહારે છે વાદળાં.
આંખોથી આભ વરસી પડે કોઈ પણ ક્ષણે,
ભીતરમાં કૈં કમાલનાં.... ભારે છે વાદળાં.
0 comments
Leave comment