19 - તમસથી જ્યોતિ સુધીની પંચમહાભૂતની યાત્રા – ૫ - मरुतोडहम् : પવન / શોભિત દેસાઈ


રેલાતા સૂર જેમ વહી જાય છે પવન,
કંપન નથી એ, ઝાડ જુઓ ! ગાય છે પવન !

ઊડઊડ સવારસાંજ કરે છે અહીંથી ત્યાં,
પાંખો પતંગિયાની બની વાય છે પવન.

પોતાને લઈને આવે છે અવકાશમાં પ્રથમ,
ચૌદે દિશામાં એ પછી વહેંચાય છે પવન.

સુખની ચરમસીમા તો દ્રિઘામાં પડી છે સાવ,
સામે છે તું, તું ગાય છે ! કે ગાય છે પવન !

આજે ચઢી રહ્યો છે નશો ત્રણ ગણો મને,
છે ચાંદની, તમે છો, ને લહેરાય છે પવન.

ચશ્માં ચઢાવી આંગણે, બેઠા છે એક વૃદ્ધ,
છાપું છે હાથમાં અને વંચાય છે પવન.

લો, થઈ ગઈ આ પૂરી ગઝલ સાત શેરની,
બાકી બધાય કાફિયા લઈ જાય છે પવન.


0 comments


Leave comment