20 - તમસથી જ્યોતિ સુધીની પંચમહાભૂતની યાત્રા – ૬ - अनलोडहम् : સળગે છે / શોભિત દેસાઈ


જમીન પૂછી રહી છે, સવાલ સળગે છે !
અમે ઉગાડ્યો હતો, શું એ ફાલ સળગે છે ?

ઝૂરે છે સ્પર્શની વર્ષાને રોમનાં ચાતક,
જરા જો ધ્યાનથી, આખીય ખાલ સળગે છે !

બહુ મથ્યો છું, પછી આવી છે સરસ આ ક્ષણ,
જઈએ ઘરને હવે જોવા, ચાલ ! સળગે છે !

પૂજા, અઝાન, સમજ, ભાઈચારો ઇત્યાદિ,
સળગતું હોય છે ત્યારે કમાલ સળગે છે !

છે ઘેરા કેસરી વીરત્વ જેવો એનો રંગ,
ગહન તિમિર છે, છતાં એક મશાલ સળગે છે !


0 comments


Leave comment