13 - મહેફિલે રંજોગમની ગઝલ / રિષભ મેહતા


પળ પળે પળ શ્વાસની ક્યાં છે કમી ?
દર્દના એહસાસની ક્યાં છે કમી ?

આંખ ખૂદ સપનું બનીને રહી ગઈ
ચોતરફ આભાસની ક્યાં છે કમી ?

શ્વાસ ખુશ્બુના સુકાઈને ખર્યા
જો, વિવશ મધુમાસની ક્યાં છે કમી ?

તરબતર આંખોને ના લૂછો હવે
છમ્મ લીલી પ્યાસની ક્યાં છે કમી ?

દ્વારમાં ઊભી પ્રતીક્ષા ઓગળે
આવશો–ની આશની ક્યાં છે કમી ?



0 comments


Leave comment