14 - એક અનાહતગંધી ગઝલ / રિષભ મહેતા


પળ પળે પળ શ્વાસનો ચિત્કાર સુણ
દર્દના એહસાસનો ચિત્કાર સુણ

આંખ ખૂદ સપનું બનીને રહી ગઈ
ચોતરફ આભાસનો ચિત્કાર સુણ

શ્વાસ ખુશ્બુના સુકાઈને ખર્યા
સુણ, વિવશ મધુમાસનો ચિત્કાર સુણ

તરબતર આંખોને લૂછી નાખ મા
છમ્મ લીલી પ્યાસનો ચિત્કાર સુણ

દ્વારમાં ઊભી પ્રતીક્ષા ઓગળે
આવશો–ની આશનો ચિત્કાર સુણ


0 comments


Leave comment